ભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો,
ભમિયો રે ભમિયો,
ભમિયો દિવસ ને રાત
કુંભ કાચો કાયા જાજરી,
જોઈને કરો જતન,
વણસતાં વાર લાગે નહીં
એને રાખો રૂડું રતન
ભૂલ્યો મન ભમરા
કોના છોરું કોના વાછરું,
કોના મા ને બાપ,
અંતકાળે જાવું એકલા,
સાથે પુણ્ય ને પાપ
ભૂલ્યો મન ભમરા
સતકર્મ સદવસ્તુ ઓરજો,
ઈશ્વર સુમિરન સાથ,
કબીર જુવારી ને નીસરિયા
લેખું સાહેબને આજ
ભૂલ્યો મન ભમરા