ઈશ્વર તું પણ, છે વિજ્ઞાની
પથ્થર અંદર જીવ જીવે ને
બંધ શ્રીફળમાં પાણી
ઈશ્વર તું પણ છે વિજ્ઞાની !
જવાબ દેને જવાબ દેને પોલા નભમાં
સૂર્ય, ચંદ્ર ક્યાં રહેતા હશે
સૂર્ય, ચંદ્ર ક્યાં રહેતા હશે
જનની ના ઉદરમાં, જીવ જીવે
એ વાયુ ક્યાંથી લેતો હશે
તું સર્જાવે, તું સંહારે પણ
રાખે નહિ નિશાની
ઈશ્વર તું પણ છે વિજ્ઞાની !
પય પાન માટે, જાદુગર તે
લોહીનું દૂધ બનાવ્યું જ રામ
લોહીનું દૂધ બનાવ્યું
કયે કર્મે આ જીવ અવતરે
એ તો ના સમજાયું જ રામ
કોને બંધન આમાં કોને મુક્તિ
વાત રાખે છે છાની
ઈશ્વર તું પણ છે વિજ્ઞાની !
પથ્થર અંદર જીવ જીવે ને
બંધ શ્રીફળમાં પાણી
ઈશ્વર તું પણ છે વિજ્ઞાની !