06 તમે મારા દેવ ના દીધેલ છો


દેવ ના દીધેલ છો તમે મારા દેવ ના દીધેલ છો
કુળ ના દિવા છો તમે મારા દેવ ના દીધેલ છો
તમે મારા દેવ ના દીધેલ છો
તમે મારા માંગી લીધેલ છો
તમે પર ભવ ના લખેલ છો
તમે મારા કુળ ના દિવા છો
આવો ને અમર થઇ ને રો,
મારા લાડક વાયા રોય
તમે મારા દેવ ના દીધેલ છો
તમે મારા માંગી લીધે છો
તમે મારા દેવ ના દીધેલ છો

મહાદેવ જાવું ઉતાવરી ને જઈ ચડાવું ફૂલ
મારી રે સેવા ના મને મળ્યા મોંઘા મૂલ
મહાદેવજી પરસન થિયા હો
મહાદેવજી પરસન થિયા ત્યારે,
આવ્યા તમે અનમોલ
તમે મારુ નગદ નાણુ છો
તમે મારુ ફૂલ વસાણું છો
તમે મારા દેવ ના દીધેલ છો
તમે મારા માંગી લીધેલ છો

ખોડલ જાયું ઉતાવરી ને જઈ ચડાવું ફુલ
આપ્યા રે આષિશ માંયે દીધા મને બોલ
માતાજી પરસન થિયા હો
માતાજી પરસન થિયા ત્યારે,
ઘોડિયા બાંધ્યા ઘેર
તમે મારુ હાચુ નાણુ છો
તમે મારુ ફૂલ વસાણું છો
તમે મારા દેવ ના દીધેલ છો
તમે મારા માંગી લીધેલ છો


Leave a Reply

Your email address will not be published.