09 હાલા મારા વીરાના પારણીયા ઘુઘરીયાળા


હાલા મારા વીરાના પારણીયા
જોને બાઈ ઘુઘરીયાળા
હાલ વાળા કરુ મારા વીરાને નિંદર જોને આવે,
નીંદર કે હું આવું ને જાવ
મારા વીરાના ધોડિયા ફરતી જોને ફેરા ખાવ,
હા હા હાત ગલું
હાલા મારા વીરાના પારણીયા…

માસી ગયા છે, હવે ને લાડવા લાવશે, હવે,
હા હા હાત ગલું
હાલા મારા વીરાના પારણીયા…

હાટડી છે કમાડ મારો વીરો તો
રોતો હોય તો જોને બાઈ રમાડ,
મારા વીરને કોઈ કેસો નય કઇ,
મારો વીરોતો રિસાય જાશે બાઈ મોસાળ,
હા હા હાત ગલું
હાલા મારા વીરાના પારણીયા…

મોસાળમાં મામી જુઠી,
મારા વીરાના દુખણા લેવાનો ઉઠી,
ઘોડિયે ટીન ગાડો ધુધરી,
મારા વીરાની મામી જોબાઈ હુધરી,
હા હા હાત ગલું
હાલા મારા વીરાના પારણીયા…

વીરો મારો હાગનો હોટો
વીરનો ચોટલો જોબાઈ મોટો,
વીરા વીરા કરું, મારા વીરા
વિના ભૂલી જોને બાઈ હું ફરું,
હા હા હાત ગલું
હાલા મારા વીરાના પારણીયા…

વીરો કોઈએ દીઠો, મારો વીરો તો
ફૂલની વાડીમાં જોબાઈ જોને દીઠો,
ફૂલની વાડીએ જાવો,
મારા વીરાને જોબાઈ જોને તેડાવો,
હા હા હાત ગલું
હાલા મારા વીરાના પારણીયા…

વીરો મારો આવશે ધરે
સેવનો કોળીયો રે જોબાઈ ભરશે,
સેવ પડી શેરીમાં વીરો રમશે રે જો દેરીમાં,
હા હા હાત ગલું
હાલા મારા વીરાના પારણીયા…

દેરીએ દેરીએ દીવા કરું
મારો વીરો આવે તો જોને બાઈ વિવા કરું,
વીરો મારો વણજારો
મારા વીરાને સોનેથી શણગારો,
હા હા હા ગલું
હાલા મારા વીરાના પારણીયા…


Leave a Reply

Your email address will not be published.