10 સૂઈ જા સૂઈ જા મારા લાલ


સૂઈજા તું સૂઈજા
મારે વાડીયે જાવું લાલ,
ખમ્મા ખમ્મા મારા લાલ
સૂઈ જા સૂઈ જા મારા લાલ,
ખમ્મા ખમ્મા મારા લાલ
સૂઈજા તું સૂઈજા.

હજુતો ઘણું કામ છે લાલા,
હજુ મારે ગાવું છે વાલા,
પહેરવું તને હું લાલા
સોના રૂપના સાંકળા રે,
મારે વાડીયે જાવું લાલ,
ખમ્મા ખમ્મા મારા લાલ
સૂઈજા સૂઈજા મારા લાલ…

ચાલે મારો લાલ ઠમક
ઠમક આવે તો વાહે,
જાગી મારો લાલ જલ્દી
ખવડાવું છે એને કંસાર રે,
મારે વાડીયે જાવું લાલ,
ખમ્મા ખમ્મા મારા લાલ
સૂઈજા સૂઈજા મારા લાલ…

જાઈ નિશાળે લઈને પાટી
મારો લાલો પંડિત થઇ આવે,
ઘોડી લાવું હું ઠમકા વાળી
જાય દેશ પરદેશ રે,
મારે વાડીયે જાવું લાલ,
ખમ્મા ખમ્મા મારા લાલ
સૂઈજા સૂઈજા મારા લાલ…


Leave a Reply

Your email address will not be published.