11 સુઈ જાવો મારા લાડલા વાલા


સુઈ જાવો મારા લાડલા વાલા
ઘનું પ્યારા ઘનું.
ખીલ્યા તારલા જોને આભમાં,
આવો સુવાડુ મુજ ગોદમાં,
સુઈજાવો મારા લાડલા
વાળા ઘનું પ્યારા ઘનું.

હળવે હાથે હરી અતિ હેતે કરી,
કરું હાલા હાલા કરું મારા લાલા,
ચુંબન કરું તુજ ગાલમાં,
પ્રેમે પોઢાંડુ વાલમાં
સુઈજાવો મારા લાડલા
વાલા ઘનું પ્યારા ઘનું.

તને જોયા કરું મીઠી વાતો કરું,
રાખું મારા નેણામાં છાના છાના,
સરાયે ધરું હું તને ધ્યાનમાં,
પ્રેમે પોઢાંડુ વાલમાં,
વાલા ઘનું મારા પ્યારા ઘનું


Leave a Reply

Your email address will not be published.