હા હા કરું તને હા હા કરું,
સૂઈજા કાનુડા તને હાહા કરું,
હા હા કરું તને હા હા કરું,
વ્રજની ગોપી રે તારું મુખડું નિહાળે,
અણીયારી આંખડીમાં આંજણ ભરું,
સૂઈજા કાનુડા તને હાહા કરું,
હા હા કરું તને હા હા કરું,
હૈયડે ચાંપીને તને પયપાન કરાવું,
મિશ્રી માખણ તારા મુહમાં ધરું,
સૂઈજા કાનુડા તને હાહા કરું,
હા હા કરું તને હા હા કરું,
રમત રમોતો કાન રમકડા આપું,
ખીલ ખીલ હ્સોતો મારા મનમાં ધરું,
સૂઈજા કાનુડા તને હાહા કરું,
હા હા કરું તને હા હા કરું,
કુમુદીની કિશોર તેડી પલ ને જુલાવું
હાલરડાં ગાય કોડ પુરા કરું,
સૂઈજા કાનુડા તને હાહા કરું,
હા હા કરું તને હા હા કરું,