ગ્વાલ બાલ લાલ જમે મદન ગોપાલ;
લાલ સોને કા થાળ ઉસમેં જમે શ્રીમહારાજ;
ગ્વાલ બાલજી…
હરિકે આગે આયે ભક્તિ માત,
સખિયાં લઈ આયે સાથ;
કરતી આયે ઉસમેં બાત,
ઉસકી આયરકી જાત;
ચંપા મોગરી કા તેલ,
ઔર કસ્તૂરી ધૂપેલ;
મર્દન કરે ગોપી ગોવાળ,
જમે મદન ગોપાલ
હરિકે જળ જમના હું લાઈ,
તાંબા કુંડીમેં ઠલવાઈ;
બાજોઠ પર બેસાઈ,
દેખો લાલકી સફાઈ;
એક ગોપી લાઈ ટોપી,
હીરા સાંકળી અબોટી;
ઓઢે કસુંબલ શાલ,
જમે મદન ગોપાલ꠶
હરિકે પ્રથમ મેવા લીએ સાર,
પપનસ બડે બડે દો ચાર;
સેતુર જંબુ હૈ ગુલદાર,
કેળાં સફરજન અનાર;
લંબે બોર ચણી બોર,
નારી લાઈ હૈ અખોર;
ઈસકી લાલ હૈ છાલ,
જમે મદન ગોપાલ꠶
હરિકે સાફ કરકે બદામ,
ખારેક મીઠી હૈ તમામ;
પુસ્તા હલવા હૈ ઘનશ્યામ,
અમૃત આફુસી હૈ આમ;
નારંગી મોસંબી ભોયકી,
લંબી ચંબી ખટી મીઠી;
ઠંડી હૈ દ્રાક્ષ,
જમે મદન ગોપાલ꠶
હરિકે લડ્ડૂ મગદળકા હૈ સારા,
હલવા ખુરમા ખૂબીવારા;
આટા જલેબીકા ન્યારા,
બુંદી છૂટી લ્યો હે પ્યારા;
લે લે ખાજે પેંડે તાજે,
ગુલગુલ આપ આપમેં ગાજે;
મઠો મોરબ્બો રસાલ,
જમે મદન ગોપાલ꠶
હરિકે શીરો પૂરી ને દૂધપાક,
બદામ ચારોળી હૈ દ્રાક્ષ;
ઉપર સક્કર બુરા સાફ,
લાલ લે તૂં ઉસમેં ચાખ;
સુંદર જાવંત્રી જાયફળ,
ઔર કસ્તૂરી કેસર;
શિખંડ બાસૂંદીકા થાળ,
જમે મદન ગોપાલ꠶
હરિકે લડ્ડૂ ચૂરમેકા ખૂબ,
બનાઈ ભણજ હૂબાહૂબ;
લાઈ બરજંતી મેસૂબ,
બાટી ઘીમાં ડૂબાડૂબ;
રખે માવેકા ગુલ ગુલે,
ઠોર રૂડે માલપૂડે;
બડે બડે ફાફડે,
આગળ તળેલી હૈ દાલ, જમે꠶
હરિકે ભોજન ભાતભાતકે ભાણે,
ઈસમેં રખે એલચી દાણે;
બરફી ખાય ગિરધર શાણે,
મેસૂબ વડા વટાણે;
લડ્ડૂ સેવૈયા મોતૈયા,
ઘેબર સાકર કદૈયા;
ગુંદરપાક હૈ રસાલ,
જમે મદન ગોપાલ꠶
હરિકે રોટી જીરસાઈ ભાત,
સુંદર તરકારી હૈ જાત;
ભીંડા વાલોળ વન્તાક,
સુંદર ઘીસોડા કે શાક;
કઢી વડી હૈ ઝાઝી,
લાઈ ભાજી કરકર તાજી;
મૂળા ગલકારી કારેલી,
ભજિયાં વટાણા ને વાલ, જમે꠶
હરિકે ચટણી આમલીકી બનાઈ,
કોથ ફીદીસે મિલવાઈ;
લીલે મિરચેકી તીખાઈ,
આરસ પથ્થરસે કુટવાઈ;
લીલે મરીકે દાણે,
ભારે ભાત ભાત અથાણે;
અંદર મીઠે જીરે દાલે,
જમે મદન ગોપાલ꠶
હરિકે કેરી લીંબુ આદે સારે,
ગુંદર કેલકે અસારે;
લીલે મિરચે તીખે ભારે,
સ્વાદ ગરમરકા હૈ ન્યારા;
દહીં છાશ હૈ મોળી,
માખણ ઔર હૈ કચોરી;
મોળે સાટે પૂરણ પોળી,
દૂધ ઘી કઢી દાલ, જમે꠶
હરિકે ભર સોનેકી ઝારી,
પાણી પીજે ગિરધારી;
પાન લવિંગ સોપારી,
અંદર એલચી હૈ ન્યારી;
કાથા ચૂના હૈ પૂરણ,
ભારે ભાતભાત ચૂરણ;
મુખડા હો જાયેગા લાલ,
જમે મદન ગોપાલ꠶
હરિકે થાળ પ્રેમાનંદ ગાવે,
ઉસકો પાર કોઈ ન પાવે;
પ્રસાદીકી કરેલ આશ,
લાલા રખ લે તેરે પાસ;
લેજો સ્વામીશ્રીજી નામ,
જાણે પહોંચ્યા અક્ષરધામ;
મુક્તાનંદજીકા થાળ,
જમે મદન ગોપાલ;