69 યોગી આવો તે રંગ મુને શીદ લગાડ્યો


યોગી આવો તે રંગ મુને શીદ લગાડ્યો,
બીજો ચડતો નથી એકે રંગ યોગીરાજ
આવો તે꠶

હું તો ગોંડલ ગયો ને મારું મન મોહ્યું,
મારી જાગી પૂરવની પ્રીત યોગીરાજ
આવો તે꠶

મારે રહેવું અહીંયાં ને મેળ તારો થયો,
હવે કેમ કરી દહાડા જાય યોગીરાજ
આવો તે꠶

રંગ છાંટ્યો તો છાંટી હવે પૂરો કરો,
નિત્ય તારા તો થઈને રહેવાય યોગીરાજ
આવો તે꠶

તારું મુખડું જોયું ને મેં તો ભાન ખોયું,
મારા તૂટે છે દિલડાના તાર યોગીરાજ
આવો તે

રંગ એવો ઊડ્યો કે મારું હૈયું રંગ્યું,
હૈયું રહેતું નથી મારે હાથ યોગીરાજ
આવો તે꠶

તમે પ્રગટ મળ્યા ને સર્વ તાપ ટળ્યા,
ભાંગી જનમોજનમની ભૂખ યોગીરાજ
આવો તે꠶

દાસ શંકર રંગાયો તારા રંગમાં,
જેણે જીવન સમર્પણ કીધું યોગીરાજ
આવો તે


Leave a Reply

Your email address will not be published.