મારે ઘેર આવજો છોગલાંધારી;
લાડુ જલેબી ને સેવ સુંવાળી,
હું તો ભાવે કરી લાવી છું ઘારી…
સૂરણ પૂરણ ને ભાજી કારેલાં
પાપડ વડી વઘારી;
વતાંક વાલોળનાં શાક કર્યાં,
મેં તો ચોળાફળી છમકારી… મારે꠶
કાજુ કમોદના ભાત કર્યા,
મેં તો દાળ કરી બહુ સારી;
લીંબુ કાકડીનાં લેજો અથાણાં,
કઢી કરી છે કાઠિયાવાડી… મારે꠶
લવિંગ સોપારી ને પાનબીડી વાળી,
તજ એલચી જાવંત્રી સારી;
નિશદિન આવો તો ભાવે કરી ભેટું,
એમ માગે જેરામ બ્રહ્મચારી… મારે꠶