આંખલડી શરદસરોજ,
રસીલા લાલની;
દેખી મનડું પામે મોહ,
તિલક છબી ભાલની
નાસા સુંદર દીપ સમાન,
અધિક શોભી રહી;
મુખ નીરખીને શશિયર જ્યોત,
ગગન ઝાંખી થઈ
લીધી લટકાળે નંદલાલ,
કે હાથ કબાંણને;
એની ચટક રંગીલી ચાલ,
હરે મન પ્રાણને
કાજુ મોતીડે જડિત કટાર,
કમર કસી લીધલો;
નીરખી બ્રહ્માનંદ કહે,
જન્મ સુફળ મારો કીધલો