આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા,
નેણાં રોક્યાં નથી રહેતાં રે બેની…
પાઘડી બાંધી છે ત્રિલોકથી ન્યારી,
ધીરજ રહેતી નથી મારી રે બેની…
ચોળ રંગીલો રૂડો મોળીડાનો છેડો,
ભૂલી ભાળીને જળ બેડો રે બેની…
ટુણાં ભર્યાં છે એના ફૂલડાંને તોરે,
મનને તાણે છે જોરે જોરે રે બેની…
બ્રહ્માનંદનો વહાલો કુંજનો વિલાસી,
હૈડે વસી છે એની હાંસી રે બેની…