અક્ષરના વાસી વહાલો, આવ્યા અવનિ પર,
નવખંડ ધરતીમાં સ્વામી, છતરાયા ચાલે રાજ
અવનિ પર આવી વહાલે, સત્સંગ સ્થાપ્યો,
હરિજનોને કોલ, કલ્યાણનો આપ્યો રાજ
પાંચે વર્તમાન પાળે, બાઈઓ ને ભાઈઓ,
હરિજન સંગાથે કીધી, સાચી સગાઈઓ રાજ
બાઈઓ દેખીને ભાઈઓ, છેટેરા ચાલે,
પડી વસ્તુ કોઈની, હાથે નવ ઝાલે રાજ
દેવના દેવ વહાલો, ધામના ધામી,
પ્રગટ પ્રભુનું નામ, સહજાનંદ સ્વામી રાજ
પ્રેમાનંદના સ્વામી, આનંદકારી,
પોતાના જનની વા’લે, લાજ વધારી રાજ