80 નંદનો લાડીલો મારા ચિત ગયો ચોરી


મન ગયો હેરી મારા ચિત ગયો ચોરી રે;
નંદનો લાડીલો મારા ચિત ગયો ચોરી

વાલા હતાને થયા છે વેરી,
પાયા દૂધ દહીં ઉછેરી;
વ્રજનો વિહારી વાલો, થઈ બેઠો મનેરી
નંદનો લાડીલો મારા ચિત ગયો ચોરી

શું રે કરીએ પહેરી ઓઢી,
ગમે ના ગોકુળની શેરી;
ભવન ભયંકર લાગે ને કોટડી અંધેરી
નંદનો લાડીલો મારા ચિત ગયો ચોરી

આ મીઠા મેવા લાગે ખારા,
અને નિંદ્રા ન આવે વાલા;
વાલીડા વિનાની હું તો ફરું ઘેલી ઘેલી
નંદનો લાડીલો મારા ચિત ગયો ચોરી

“જીવણ” આવો એક જ ફેરી,
જવા નહીં દઉ તમને લ્હેરી;
દાસ મોહન કહે રાખું મારા રુદિયા માં ઘેરી
નંદનો લાડીલો મારા ચિત ગયો ચોરી


Leave a Reply

Your email address will not be published.