નેણાં રે ઠર્યાં છે તમને જોઇને,
છબીલા કાના…ઓ કાના
નેણાં રે ઠર્યાં છે તમને જોઇને
જેદીનાં તમે રે ગયા છો કહીને,
તે દિન વિત્યા છે મુજ રોઇ-રોઇ ને
છબીલા કાના…
આવી લોક-લજ્જા મેલી મેં તો
રહી છું મોહન તમને મોહીને
છબીલા કાના…
બાઇ મીરાં ગાવે પ્રભુ ગિરીધરનાં ગુણ,
રહી છું ચરણ ચિત પ્રોઇને
છબીલા કાના…