પહેલી સલામ પૃથ્વીને કરીએ,
જેની પીઠ પર પગ દઇને આપણે ફરીએ;
કરું પરિક્રમા સિર નમાવી,
સવા શેર માટીની જેણે કાયા બનાવી.
બીજી સલામ કરું અન્ન જળ અગ્નિ,
જીવાની દોરી છે સબ જગની;
આપની સૃષ્ટિ આપને ખાવે,
બીજી સલામ કરું મન ભાવે.
ત્રીજી સલામ કરું ત્રિકાળા,
ચંદ્ર ભાણ મોટા મહીં બાળા;
આપ સૃષ્ટિમાં કરો અજવાળા,
ત્રીજી સલામ કરું ત્રિકાળા.
ચોથી સલામ મા ચારે ખાણી,
એક બીજથી આખી જગત બંધાણી;
અવિનાશી પરખો મા,
ચોથી સલામનો મોટો મહિમા
પાંચમી સલામ પહાડ વન ખંડી,
જેણે વેઠી તાતી ઠંડી;
શરીર વેરાઈ સેવા કીધી,
પાંચમી સલામે રહો સમૃદ્ધિ
છઠ્ઠી સલામ કરું સદવાચા,
મન કર્મ વચનો નાં છે સાચા;
સત ચિત રહે એકરંગા,
છઠ્ઠી સલામ કરું ગતગંગા.
સાતમી સલામ શેષ ને છેલ્લી,
પૃથ્વીનો ભાર રહ્યા છે ઝીલી;
સકળ સૃષ્ટિ વસે તમ માથે,
સાત સલામ કરું હું બે હાથે.
દ્રષ્ટા દ્રશ્ય અલખ તું એકી,
સાત સલામ કરું અમ દેખી;
આપને સલામ કરી છે આપે,
દાસ સવો કહે ગુરુજી માપ અમાપે.