167 છેવટે રાજા નંદનું નાણું જોખમાણું જળ માંહી


“સોમ, શિળો ને કાચબો,
ઈ તો પર ઘર પહોળા થાય;
પણ પોતા ઉપર આવી પડે,
તો તો તરત સંકેલાઈ જાય”

કબરું ખોદીને દોકડા કાઢ્યાં,
મડદા નાં મુખ માંહી;
છેવટે રાજા નંદનું નાણું
જોખમાણું જળ માંહી
છેવટે રાજા નંદનું નાણું…

સોનલા લીધાં ને રૂપલાં લીધાં,
અને ત્રાંબીયે કીધો ત્રાસ;
દમડો એક ન રહેવા દીધો,
રૈયતનાં ઘર માંહી.
છેવટે રાજા નંદનું નાણું…

ચામડા ચૂંથ્યાં ને માંસ વલોવ્યા,
અને ઊઠી ઘરો-ઘર હાય;
લોહી નિચોવ્યા, હાડકા હોમ્યા,
તોય તૃપ્તિ ન થાય.
છેવટે રાજા નંદનું નાણું…

દમડે દેવા સાંઢિયા દોડ્યા,
કે નાણું કોના ઘરમાંય;
નીકળે નાણું જેના ઘરમાંથી,
તેને શૂળીની સજા થાય.
છેવટે રાજા નંદનું નાણું…

હરણી કેરી હાડકી ગોતી,
ને સાયરમાં જવાય;
એને ઓથે આ નાણું સંઘર્યું,
કે લક્ષ્મી ના લૂંટાય.
છેવટે રાજા નંદનું નાણું…

રાણીએ રાંધ્યું ને ખંતથી ખાધું,
અને આપ ઊઠ્યો અકળાઈ;
હાય હાય કરતાં પ્રાણ નીકળી ગ્યો,
ને “કાગ” કહે જુઓ કમાઈ.
છેવટે રાજા નંદનું નાણું…


Leave a Reply

Your email address will not be published.