176 પલ ઘડી રેજો મારી પાસ જાડેજા એવી


પલ ઘડી રેજો મારી પાસ જાડેજા
પલ ઘડી રેજો મારી પાસ
એવી કરી લ્યો ભલાયું થોડું જીવવું રે જી

તમને કહું મારા દિલડાની વાત જાડેજા
તમને કહું મારા દિલડાની વાત
એવી કરી લ્યો ભલાયું થોડું જીવવું રે જી

સાધુ આવે લખ ચાર જાડેજા
એમાં રે સાયબો રે મારો આવશે રે જી
એવી કરી લ્યો ભલાયું

તારા સાયબા ના કેવા એંધાણ સતી તોરલ
તમે કયોને કેવા એંધાણે એને ઓળખીએ રે જી
એવી કરી લ્યો ભલાયું

સર્વે સાધુને ભગવો ભેખ જેસલજી
મારા સાયબા ને માથે પીળી પાઘડી રે જી
એવી કરી લ્યો ભલાયું

રોઝા ચરે લખ ચાર જાડેજા
એમાં રે સાયબો રે મારો આવશે રે જી
એવી કરી લ્યો ભલાયું

સર્વે રોઝા ને મુખે ઘાંસ જાડેજા
મારા સાયબા ને મુખે કાજુ કેવડો રે જી
એવી કરી લ્યો ભલાયું

હરણાં ચરે લખ ચાર જાડેજા
એમાં રે સાયબો રે મારો આવશે રે જી
એવી કરી લ્યો ભલાયું

સર્વે હરણાં ને માથે શીંગ જાડેજા
મારા સાયબા ને માથે સોનેરી શીગડી રે જી
એવી કરી લ્યો ભલાયું

બોલ્યા તોરલ નાર જાડેજા
મારા સાધુડા અમરાપુરમાં માલશે રે
એવી કરી લ્યો ભલાયું


Leave a Reply

Your email address will not be published.