177 અપરંપાર પ્રભુ અવગુણ મોરા માફ


અપરંપાર પ્રભુ અવગુણ મોરા
માફ કરો ને મોરારી રે

દયા ધરમ ની વાત ના જાણું
અધરમ નો હું અધિકારી
પાપી પુરો હું જુઠા બોલો
બહુ નીરખું પરનારી રે
અપરંપાર પ્રભુ….

ભજન થાય ત્યાં નીંદરા આવે
પર નિંદા લાગે પ્યારી
મિથ્યા સુખ મા આનંદ વરતું
એવી કુટીલ કુબુધિ મારી રે
અપરંપાર પ્રભુ….

સાધુ દુભવ્યા બ્રાહ્મણ દુભવ્યા
ભક્ત દુભવ્યા ભારી
માત પિતા બંને ને દુભવ્ય
ા ગરીબી કો દિ ની ગારી રે
અપરંપાર પ્રભુ….

આ ભવ સાગર મહા જળ ભર્યો
ભર્યો છે બહુ ભારી
તુલસીદાસ ગરીબ ની વિનંતી
હવે તો લેજો ઉગારી રે
અપરંપાર પ્રભુ. …


Leave a Reply

Your email address will not be published.