અમારી આંખે હજુ આંસુ સુકાતા નથી
હો અમારી આંખે હજુ આંસુ સુકાતા નથી
આંખે મારી આંસુ સુકાતા નથી
તમારી યાદ ને તમે તો ભુલાતા નથી
હો તમારા બોલેલા બોલ વિસરાતા નથી
બોલેલા બોલ વિસરાતા નથી
તમારી યાદ ને તમે તો ભુલાતા નથી…
હો હરપલ ભણકારા તારા મને વાગે
તડપે દિલ મારુ આખી રાત જાગે
હરપલ ભણકારા તારા મને વાગે
તડપે દિલ મારુ આખી રાત જાગે
એ હવે ગામની ગલીયોમા દેખાતા નથી
ગામની ગલીયોમા દેખાતા નથી
તમારી યાદ ને તમે તો ભુલાતા નથી…
હો એક બે પળ ની થઈ મુલાકાત
યાદ રહિ ગઈ મને તમારી એ વાત
અંતર ના ઓરડે બંધાઇ ગયો નાતો
પછી ફરીને થઈ ના મુલાકાત
હો કરમે અમારા કેવી કઠણાઇ
માગ્યો તો પ્રેમ ને થઈ રે જુદાઇ
હવે સમાચાર તમારા મળતા નથી
સમાચાર તમારા મળતા નથી
તમારી યાદ ને તમે તો ભુલાતા નથી…
જાણ વિના શોધુ તમે ક્યા સરનામે
કેવા વિયોગ કરી દિધા મારે રામે
મંજુર નહી હોય વાત કિસ્મત ને
એમા શુ દોશ હવે કેવો કુદરતને
નતુ નસિબ મા અમારે મળવાનુ
યાદ કરીને આખી જિંદગી જિવવાનુ
નતુ નસિબ મા અમારે મળવાનુ
યાદ કરીને આખી જિંદગી જિવવાનુ
દિલમા દિધેલા રે ડામ હજુ રુજાતા નથી
મારા સિવાય કોઇને દેખાતા નથિ
તમારી યાદ ને તમે તો ભુલાતા નથી…