રાજા…રાજા…માર્કેટના રાજા
આપણે તો મરજીના માલિક બકા
દુનિયા જલે તો જલે મારે કેટલા ટકા
આપણી જ મસ્તી માં રહેવું સદા
દુનિયા જલે તો જલે મારે કેટલા ટકા
ચાલે છે માર્કેટ આપણા હિસાબે
અમારો ઇતિહાસ લખાશે કિતાબે
ચાલે છે માર્કેટ આપણા હિસાબે
અમારો ઇતિહાસ લખાશે કિતાબે
આપણે તો મરજીના માલિક બકા
દુનિયા જલે તો જલે મારે કેટલા ટકા
લોકો જલે તો જલે મારે કેટલા ટકા
સિલેક્ટેડ લોકોથી સંબંધ રાખવો
ખહુરિયાઓને ભાવ ના આપવો
રાજકારણની સિંહે રુઆબ રાખવો
ઝેર કરે એને ઝાટકી રે નાખવો
અલગ પડે ઇમ્પ્રેશન દુશ્મનોને
આવી જાય ડિપ્રેશન
આપણે તો મરજીના માલિક બકા
દુનિયા જલે તો જલે મારે કેટલા ટકા
લોકો જલે તો જલે મારે કેટલા ટકા
રાજા…રાજા…માર્કેટના રાજા
અમારી ઝલક જોવા સૌ કોઈ તરસતા
લોકો કહે કાયમ તમે હસતા ને હસતા
જુદી છે મંજિલ ને જુદા છે રસ્તા
હાથી નીકળે અને કુતરા છે ભસતા
કોની માએ સવા શેર સૂંઠ છે ખાધી
દુશ્મની ના હોરે કોઈ અમારાથી
આપણે તો મરજીના માલિક બકા
દુનિયા જલે તો જલે મારે કેટલા ટકા
લોકો જલે તો જલે મારે કેટલા ટકા
મારા દુશ્મનો જલે તો જલે મારે કેટલા ટકા