16 મળવાનું દૂર તું જોવા માટે તરસે


સમય તો આવવા દે,
મળવાનું તો દૂર તું જોવા માટે તરસે
મળવાનું તો દૂર તું જોવા માટે તરસે
સમય તો આવવા દે,
મળવાનું તો દૂર તું જોવા માટે તરસે…
હો…મારી એક ઝલકને તું,
જોવા માટે વારંવાર તડપે…

આંખો તારી તરસે, મને જોવા માટે વર્ષે
યાદ રાખજે તું મારા માટે મરશે…
સમય તો આવવા દે,
મળવાનું તો દૂર તું જોવા માટે તરસે
સમય તો આવવા દે…

દૂર જો જઈશ તો જોતા રહેશો,
કરીને યાદ મને રોતા રહેશો
કરશો અફસોસ તમે દિલથી રોશો,
મારી હારે કોઈ અજાણ્યાને જોશો…
સમય તો આવવા દે…

કિસ્મત જાણે કેવા ખેલ રચે છે,
દિલ થી ચાહો અને દૂર કરે છે
મને સમજવામાં ભૂલ થઇ તારી,
તને ના સમજાણી મજબૂરી મારી
સાચી હકીકત જયારે તને રે સમજાશે,
દિલમાં વહાલી તને દુઃખ બહુ થાશે
સમય તો આવવા દે….

દિવસ તો મારો જેમતેમ વીતી જય છે
બસ તને યાદ કરું એ પહેલા
આંખે આંસુ આવી જાય છે


Leave a Reply

Your email address will not be published.