હો ભલે દિલ તોડ્યુ તને કોઈ ના કેવાય
હો ભલે દિલ તોડ્યુ તને કોઈ ના કેવાય
તારા સંસારમાં સદા સુખ છલકાય
અરે જા જા તારુ ભલુ થાય
અરે જા જા તારુ ભલુ થાય
હો તારો પતિ સદા તને સાચવીને રાખે
આંશુ ના આવવાદે કદી તારી આંખે
હો ભલે મારા દિલમાં દુઃખ થાઈ
અરે જા જા તારુ ભલુ થાય
એ વાલી જા જા તારુ ભલુ થાય
હો તુંતો મારો જીવ છે તને ક્યાં ખબર છે
હાંચ્ચા મારા પ્રેમની તેન ક્યાં કદર છે
ઓ હો મારા કરતા વાલો તને વાલી તારો વર છે
પણ આ દિલને એક તારી ફિકર છે
હો અમે તો બળીયે તારી જુદાઈની આગે
મને તુ મેલી ચાલી સાસરીયાની વાટે
હો ભલે જીવ બાળીલે વિદાઈ
અરે જા જા તારુ ભલુ થાય
એ વાલી જા જા તારુ ભલુ થાય
હો ભૂલ ચૂક હોયતો માફ કરી દેજે
મને ભુલી જજે તારૂ ઘર બોઘીને રેજે
હો સમય ના સથવારે વાલી તુંતો જીવી લેજે
બીજું બધું ભૂલી જજે ધરઈને તું ખાજે
હો તારા રે માટે રોઝ દુવાઓ રે માંગે
તાવ કે તડકો કદી તને ના લાગે
હે ભલે મારૂ થવું હોઈ એ થાય
અરે જા જા તારુ ભલુ થાય
એ વાલી જા જા તારુ ભલુ થાય