91 ગોવાળીયો કાનુડો મોરલીવાળો


ગોવાળીયો ગોવાળીયો ગોવાળીયો ગોવાળીયો
એ ગોવાળીયો કાનુડો મોરલીવાળો
એ ગોવાળીયો કાનુડો મોરલીવાળો
હે મોરલી વાળો રે કાનજી કાળો
હે કાનજી કાળો રે છેલછોગાળો
ગોવાળીયો
હે ગોવાળીયો કાનુડો મોરલીવાળો
એ ગોવાળીયો કાનુડો મોરલીવાળો

એ વેલા પરોઢિયે વાહળી વગાડતો
વાહળી વગાડતો ને ઊંઘથી જગાડતો
હે વનરાતે વનમાં રાહદે રમાડતો
રાહદે રમાડતો ઘેલું લગાડતો
વાલીડો લાગે વાલો રે નંદનો લાલો
હે નંદનો લાલો જશોદાને વાલો
ગોવાળીયો
હે ગોવાળીયો કાનુડો મોરલીવાળો

હે ગોપીયોનું રૂદિયે રાજ કરનારો
કામણગારો કાનો ચિત્ત ચોરનારો
હે રાધાના દિલનો વાલીડો ધબકારો
માધવ માયાળુ મારો મન મોહનારો
હે મન મોહનારો છે ગોપીઓને પ્યારો
છે ગોપીઓને પ્યારો રે કાનજી ધૂતારો
ગોવાળીયો
એ ગોવાળીયો કાનુડો મોરલીવાળો


Leave a Reply

Your email address will not be published.