101 મૂર્ખને બોધ ન રે લાગે


મૂર્ખને બોધ ન રે લાગે, એને સંત ભલે સમજાવે,
સંત ભલને સમજાવે, એને ભલે ચારો વેદ વંચાવે.
મૂર્ખને બોધ ન રે લાગે

ઊંડા વાસણને તળિયે અગ્ની ઠંડા જળને તપાવે
શીતળતાં આગને ઓલવવાં, ત્યાં તો પોતે તપી જાવે…
મૂર્ખને બોધ ન રે લાગે

સાપનાં મુખમાં સ્વાતિનાં બિંદુ, તેમાં મોતીડા કયાંથી પાકે
વીખ (જેર) નાં ખેતરમાં અમૃત વાવો, એમાં મીઠપ કયાંથી આવે.
મૂર્ખને બોધ ન રે લાગે

ત્રણેય ભુવનમાં મારે તડાકા અને ગુરુને સામો જ્ઞાન બતાવે
એક શબ્દ જ્યાં ગુરુ કહે ત્યાં તો બે ત્રણ સામી અડાવે..
મૂર્ખને બોધ ન રે લાગે

પ્રભુ ભક્તિમાં આડો પડીને ગાય પોતાનું ગાવે,
‘કાગ’ કહે એ તો સૌની નિંદા કરે અને સૌની આડો આવે..
મૂર્ખને બોધ ન રે લાગે


Leave a Reply

Your email address will not be published.