હરિનાં ભજન વિનાં
લોચનયું સુનું રે કાજળ વિના
મારુ દિલડું સુનું, હરિનાં ભજન વિના…
પ્રભુ ભજન વિના સુનાં
મંદિર સુનાં એનાં દેવ વિના,
એવા દેવ સુનાં રે, એનાં દીપક વિના..
પ્રભુ ભજન વિના સુનાં
માતા રે સુની એના, પુત્ર વિના
એણી બેનડી સુની રે, એના બાંધવ વિના..
પ્રભુ ભજન વિના સુનાં
ધરતી ? સની એના, મહેલ વિના
એની મોરલી વિના… પ્રભુ ભજન વિના સુનો
અયોધ્યા સુની રે એના દશરથ વિના,
એવા દશરથ સુના એના રામજી વિના
પ્રભુ ભજન વિના સુનાં
કહે મંદોદરી’ સુનો રાવણ પ્રિય,
એવી સીતા રે સુની એના રમજી વિના.
પ્રભુ ભજન વિના સુનાં