હાલો મારા હરિજનની હાટડીયે રે
પ્રેમના પાલવ પહેરો રે સોહગણ,
રંગ લાગ્યો બીજી ભાતડીયે..
હાલો મારા હરિજનની હાટડીયે રે
વૈરાગ તો લાગ્યો ગુરૂજી, એક વાતડિયે
હાલો મારા હરિજનની હાટડીયે રે
મેં તો મારા નાથજી ને નેણ ભરી નીરખ્યા,
અનુભવ ક્રયો મારી આંખડીયે,
હાલો મારા હરિજનની હાટડીયે રે
હિરલાની વણજું કરોને વેપારી,
ખોટ તો નઇ આવે તારી ગાંઠડીએ..
હાલો મારા હિરજનની હાટડીયે
દાસ હોથીને ગુરૂ મોરાર મળ્યા રે,
મારી સુરતા લાગી પ્રભુજી
હાલો મારા હિરજનની હાટડીયે