આજ આંનદ મોહે આયા,
મેરે સદગુરૂને ભીતર ભેદ બતાયા
ઓહંગ-સોહંગ જાપ લગાયા,
સૂરતી શૂન્ય ઘર આયા.. હે જી આજ
ઇંગલા-પિગલા આસન ઉપર,
સુષમણા ધ્યાન લગાયા.. હે જી આજ
રંણૂકાર મેં રંગ મીલાવ્યા,
ત્રિકુટી તાર સાંધ્યા.. હે જી આજ
ભમર ગૂફામાં ભમર ગૂંજતુ હૈ,
અનહદ નાદ બજાયા.. હે જી આજ
શ્યામ-સફેદ અને લાલ રંગ પીલા,
પીળા રંગ પરખ્યા.. હે જી આજ
યહ પાંચ તત્વ કે ગૂણ હૈ,
ઉસ પર આતમ પાયા.. હે જી આજ
બાહીર- ભીતર સબઘટ દેખાયા,
દ્વૈત ભાવ મિટાયા.. હે જી આજ
કહે વિશરામ ભયા મન માં,
પ્રેમચરણ ગુણ ગાયાં.. હે જી આજ