સંતો(રામ) માયા મૂળે નાહિ,
વિના વિચાર સક્લ જગ ભલ્યા, જ્ઞાન વિણ ગૂંચવાઇ
માયા માયા સિધ્ધ સાધ પુકારે, અચરજ એ જ કહાવે.
ભોરીંગ જેવા સીંથરા ભોંય પર, દેખો એ કિસ વિધ મારે?
માટી કેરાં બન્યા પાળિયા, ચીતર્યો વાધ ચિતારે.
એવો ભ્રમ દેખી જીવ ભટકયો, વાધ એ કિસ વિધ ખાઇ?
ખેતર બડા બીના રખવાલા, ઓડા ઉભા કીના
અકલ વિના ના એ ઓડા નહીં ઓળખ્યા, દેખત હરણા બીના
માયા નિંદર સ્વપ્ન જૈસી, બિન ગુરૂ ગમ અંધિયારા
કહે રવિરામ ચેતન જબ જાગ્યા, ભયા ભ્રમ ઉજીયારા