બાણ તો લાગ્યાં જેને, અંગડા વીંધાણા એનાં
નેણોમાં ધેરે નિશાન,
જીવો જેને લાગ્યાં શબ્દોનાં બાણ
જેને વાગ્યાં શબ્દોના બાણ રે
જેનાં પ્રેમે વિધાયેલ પ્રાણ રે
પતિવ્રતા જેનો પિયુ પરદેશ,
એની કેમ જપાછું જાળ રે
નાથ વિના અમને નિદ્રા ન આવે,
સુતા સેંજલડી શૂળ સમાન રે,
દીપક દેખી જયારે મનડાં લોભાણાં,
ત્યારે પતંગ ચગોડિયા એના પ્રાણ રે
આપ પોતાનું જ્યારે અગિનમાં હોમ્યું,
ત્યારે પડવી પામ્યો એ નિર્વાણ રે
ચન્દ્ર-ચકોરને પ્રીત બંધાણી,
બંદા ચાંદો વસે આસમાન રે,
દેહ ઉલટાવે તોય દ્રષિટીન પલટે,
જેનાં નયણાંના ધેરે એ નિશાનરે
જળ-શેવાળને પ્રીત ધણેરી બંદા,
મન વસે જળ માંય રે
સૂક ગયાનીર ત્યારે પ્રાણ વછૂટીયાં,
જો જો પ્રીત કર્યાના પ્રમાણ રે,
ઉડી ગઇ રજની ટળી ગયાં તિમિર,
તોય ન મટ્યા અભિમાન રે
કહે રવિદાસ સંત ભાણપ્રતાપે,
સ્વપનું સંસારિયો જાણ રે