ચિત ગયો ચોરી મારા મન ગયો હરી
હે નંદનો લાડીલો મારે મન ગયો હરી,
વ્હાલા થયા છે વેરી, પાયા દૂધ દહી ઉછેરી
વ્રજનો વિહારી લાલો. થઇ બેઠો નમેરી-નંદ
શું કરીએ ઓઢી પહેરી, ગમે ના ગોકુળની શેરી
ભવન ભંયકર લાગે, જાણે કોટડી અંધેરી-નંદ
મીઠા મેવા ખારા, નિન્દ્રા ન આવે વ્હાલા
માલીડા વિનાની હું તો ફરું છ ધેલી ધેલી-નંદ
જીવણ આવો એક જરૂરી, જાવા ન દઉ તમને લહેરી
દાસ મોહન રાખું ઘટડામાં ઘેરી-નંદ