શ્રી દામોદરના ગુણલા ગાતાં ન કોઇ દુઃખિયો હોય
સદા શામળિયો શરણ રાખે, સન્મુખ આવી જાય રે.
શ્રી દામોદરના ગુણલા
મૂરખ મૂઢ હિંડે એ અવલતો, નવ જાને હરિનો મર્મ
સ્મરણ કરતાં તરત જ આવે, પરિપૂરણ પરબ્રહ્મ રે
શ્રી દામોદરના ગુણલા
છેલછબિલો ને છોગાળો, નિત્ય તેને ભજિએ રે
માંડળિકનું માન ઉતાર્યું જેણે, કહો કેમ તેને તજિએ રે.
શ્રી દામોદરના ગુણલા,
સુખાતાંની પૂર્ણ ક્રુપાથી, અવિચળ પદ હું પામ્યો રે
નરસૈયા” ના સ્વામીને જોતાં, ભવભવ સધળો પાયો રે
શ્રી દામોદરના ગુણલા