113 હદયમાં જો તપાસીને છુપાયેલો


હદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે
હૈ લે જ્ઞાન સદગુરુથી કે તેનો ભેદ છાનો છે

પ્રભુ છે કોણ ને તું કોણ છે, જ્ઞાને વિચારી જો,
હતો તું કયાં? વળી આવ્યો છે કયાં ને કયાં જવાનો છે

હજુ છે હાથમાં બાજી, ઓ જીવડાં જો જરા જાગી
ધરીને ધ્યાન ધટમાં જો મળ્યો અવસર મજાનો છે

કળીનો દોર ચાલે છે, જામે નાસિતક્તા
અનેરા કાળનો આરંભ, આ દુનિયામાં થવાનો છે

ગુરૂથી જ્ઞાન લઇ સતભેદને સતાર શા પામ્યો
મનુષ્ય દેહ મળ્યો મોંધો તેમાં અનુભવ પામવાનો છે.


Leave a Reply

Your email address will not be published.