115 હું હું કરતો હાલી નીકળમાં


હું હું કરતો હાલી નીકળમાં, મોટામાં બહુ સારું નથી,
લોક પાણીનો લાડવો પકડાવશે, બીજુ બધૂ પરબારૂ
મૂકી દેને અંતરનું અભિમાન,
ત્યજી દેને હેવાન હું

કેમકે પાત્ર જાણીને તને પ્રમોધ્યો અને ગુરૂએ આપ્યું જ્ઞાન
તારા અંતરમાં રહ્યું અંધારૂ અને નીવડ્યો તુ નાદાન.
ત્યજી દેને હેવાન હું પદ

શીપ ને બદલે સાપને હોર્યો એ પડી પછી પહેસાન
મોતીને બદલે વિખડા મળ્યાં, પીધું તે વિષપાન.
ત્યજી દેને હેવાન હું

એ ભાઇ ઉપર વેશ તે ધોળો-ઉજળો પહેર્યો, કહેવા કુળવાન,
બગધાની થઇને ભવ બગાડ્યો, તારે ગળે ન ઉતર્યુ જ્ઞાન ..
ત્યજી દેને હેવાન હું

કાન કહે કુદરત, પેલા પાડાંવાળા-યમદુતો જકડી લેશે જુબાન
કેમ કે રાવણ જેવા રાજવીનું પણ, ઉતરી ગયું અભિમાન..
ત્યજી દેને હેવાન હું


Leave a Reply

Your email address will not be published.