ભણી થઇ ભક્તાણી તેની વાણીથી પરખાણી
ભીતરમાં જોવો ભાણી થઇ ભક્તાણી
મનવર રાજ વર્ષો માંડવે, આશા-તૂષણા બે રાણી
આશાએ એક પુત્રી જન્મી, ચતુર ચપળા શાણી
ભીતરમાં જોવો ભણી થઇ ભકતાણી
મોહ મામો ને એમાં ક્રોધ છે કાકો, વાલથી બહુ વખાણી
બુધ્ધી ફઇ બાએ તેને બહુ બિરદાવી, એનું નામ પાડયુ ભાણી
ભીતરમાં જોવો ભણી થઇ ભકતાણી
જોગી મનાયો તેણે માંગી ખાયો, એનો ભેદ ન જાણી ઓવી ભાણી
ભક્તિ મંડળમાં બેઠી ભાણી અને જરીએ ના શરમાણી
તનસુખનો જડપી તંબુરો એ તો મંજીરા લઇને મંડાણી..
ભીતરમાં જોવો ભણી થઇ ભકતાણી
માટે ગાઓ ભજન અને જૂઠી ન કહશો કહાની
ભાંતી ભ્રમણા ભાગો ભક્તો, તેની એવી વહેતી વાણી..
ભીતરમાં જોવો ભણી થઇ ભકતાણી
કાયા માયાના ક્રવ્ય પોરા, દનીયા ભર્માણી મહેર કરી
સદ્ગુરૂએ ત્યારે એ સંતના શરણે સમાણી.
ભીતરમાં જોવો ભણી થઇ ભકતાણી