સંસારમાં સુખ પામવા, આ કંગાલનુ દૂઃખ કાપવું,
યથા સ્થિતિ આ ધન અબ્રુનું દાન આપવું
પરવિત પર પ્રેમ રાખી ઉચ્ચ કરણી આચરી
આ ભવથી તરવા ભાવથી હરદમા સમરવા હરહિર
ઉત્તમ વિચારોથી નિરંતર શુધ્ધ અંતર રાખવુ,
આ પદક્રમથી ડરવુ બહુ, સતકર્મના સેવક થવુ,
રાખી સુરતિ, નેમ નિતિ
સત્યબાબતની સમજ, એ ભજવા અમર અજર
એવા વૃષભ ધ્વજ યા ગરૂડ ધ્વજ ભથી
તરવા ભાવથી હરદમ સમરવા હરહરી
નિજ સુખ સ્વાર્થ સાધવા, દૂખા દિનને દેવું નહીં,
લાખો મળે પણ લોભવશ થઇ અન્યાયથી લેવું નહીં.
કાળે કરી ધન, પ્રિયા કાયા, આ ત્યાગવુ પડશે તદન,
તો સમરવા સુખદન
એવો વખત આવે કદી, અન્ન હોય એક ટંકનું,
તેદી આપ કરે ઉપવાસ અને રાજી કરે મન રાંકનું
એવી અજાયમલ મજા લેવા, વિરગઢ રાખો તૂતિ,
ક્ષણ-ક્ષણ પતિ સંભારવા ગિરિજાપતિ કા શ્રીપતિ
ભાવથી તરવા ભવથી હરદમ સમરવા હરહિર
જતનાથ-ધનનાથ-જગનાથ સર્વે જાણજો,
સવખતમાં સતક્રમોકરજો, અહંકાર ન આણજો,
કિર્તી કરો, પરહિત કરો આ
મૂત્યુલોકમાં લેવા મજા શંકર કભી નિતિ ન તજો
ભાવથી તરવા ભવથી હરદમ સમરવા હરહરિ