એ તમારા તમારા પ્રભુજી તમારા મોંઘેરા કરુ સન્માન,
કોઇક દિવસ ભુલ્યો પડ ભગવાન
અખંડ જ્યોતના દિવા કરૂ મેં,ધરૂ ધૂપ અને ધ્યાન,
ફુલડે સજાવુ સેજલડી તારી, જળગંગાના સ્નાન..
કોઇક દિવસ ભુલ્યો પડ ભગવાન
પગલે પગલે પ્રાણ પાથરશું એ દેશ એ દેહના દાન
પાવન કરજે ધરતી અમારી, મોરલીવાળા કાન.
કોઇક દિવસ ભુલ્યો પડ ભગવાન
મોરલી કેરા નાદ સાંભળવા, તલસે મારા કાન
અરજી અમારી ઉરમા ધરજે, કુબજાઇ કેરા કાન..
કોઇક દિવસ ભુલ્યો પડ ભગવાન
વિનતી કરીને થાકયાં મોહનજી, કરશો ના હેરાન
સેવક કેરા શામ સવેરા, થાજો હવે મહેમાન.
કોઇક દિવસ ભુલ્યો પડ ભગવાન