એજી કુડ કમણો રે મારા કંથજી, સીતાને શીદ હરી લાવ્યો
રાડ રે વધારે શ્રી રામથી, લંકા ખોઇ ધરે આવ્યો.
કુડ કમણો મારા કંથજી
બાણ રે કડ હડએ શ્રી રામના, જે બોતેર કોઠા
એના રે સામા ન થાય, એ છે આપણાથી મોટા
કુડ કમણો મારા કંથજી
સપનુ લાગ્યુ મુજને સેજમા અને હુ તો રંડાની
સેન ઉતારૂ રાજા રામનુ, પથ્થરે પાળ બંધાણી
કુડ કમણો મારા કંથજી
રાજા રે જનજીને માંડવે મોટા મહિપતિઓ મળ્યા
ધનુષય ભાંગ્ય સભા દેખતા, બહુનામી સે બળિયા
કુડ કમણો મારા કંથજી
વાલા નર રે જોયા નવ ખંડમાં, ન આવે કોઇ રામજીની તોલે
એક્જ બાણે વાલીને માર્યો, ન આવે એને કોઇ તોલે રે
કુડ કમણો મારા કંથજી
એજી કહે ? રાવણ સુનો મંદોદરી રાજ માને મારીને લેશે
બોલા રે સુરનર સ્વામી સાથે વૈકુઠ દેશે
કુડ કમણો મારા કંથજી
એજી કુડ રે કમણો રે મારા કંથજી, સીતાને શીદ હરી લાવ્યો
રાડ રે વધારે શ્રી રામથી, લંકા ખોઇ ધરે આવ્યો
કુડ કમણો મારા કંથજી