ચેતન તે શીદને જડની સોબત કીધી,
લાકડા અને પાંણા ભેળા કરીને,
મોટી મહેલાતુ કીધી અઢળક અન્નના ભર્યા ભડાંર
તોય, ભૂખ્યાને ચપટી ન દીધી..
દોલત સંતવા બન્યો દિવાનો, દાનમાં દમડી ન દીધી
કોઇ દી ધરી નહિ દિલમાં દિલો માટે દાજ,
મરી કરૂણા કીધી, ધરી નહિ દિનો માટે દાજ
અંતકાળે જીવ અકળાયો અને બાંગો બચાવવાની કીધી
હાથે કરી માંગીને મિથ્યા, ઉપાધી વ્હોરી લીધી
કાળની જાળમાં ભાઇ ગયો જડપાઇ, તને કોઇ ઓથ ના દીધી
દેહને છોડી આ ચેતન ચાલ્યો, સાથે લઇ શકિતી અને સિધ્ધી
ઘર બહાર કાઢવા, ઘરના બધાએ ઠાઠડી બાંધી લીધી
લાકડાના ઢગમાં દીધો ભંડારી, પછે આગને ચાંપી દીધી