125 મૂળ રે વિનાનું કાયા જાડવું જી


મૂળ રે વિનાનું કાયા જાડવું જી રે.
હેજી અને પતા નહી લાગે વાર
મૂળ રે વિનાનું કાયા જાડવુ જી રે

એને પુણ્ય રે રૂપી રે ખાતર પૂરજો રે
હે જી એના મૂળ રે પહોંચયા રે પિળાય
મૂળ રે વિનાનુ કાયા જાડવું જી રે

એને સતરે રૂપી જળ સીંચજો રે
હે જી નૂરત સૂરત દોનું પાણીયાર
મૂળ રે વિનાનું કાયા જાડવું જી રે..

એને શિલ અને સંતોષ એવાં ફળ લાગશે
એ તો અમર ફળ જેવાં હોય રે.
મૂળ રે વિનાનું કાયા જાડવું જી રે..

કહે રવિરામ ગુરૂ ભાણ પ્રતાપે ને રે
હે જી પ્રભુજીને ઉતરો ભવપાર
મૂળ રે વિનાનું કાયા જાડવુ જી રે..


Leave a Reply

Your email address will not be published.