તમે રામ બનો તો, શબરી થઇને એઠા બોર ખવડાવું;
મારે સામે કિનારે જાવું,
પ્રેમી જોગિડા જોલી લઇને જોગન હું બની જાવું,
મારે સામે કિનારે જાવું,
તનનો હુ તમ્બરો બનાવું, સ્નેહ ગલીએ ધૂન મચાવું,
રોમ રોમ રણકાર ઉઠે ત્યાં, અલખ નિરજન ગાવું,
મારે સામે કિનારે જાવું,
જનમ બધો મેં એળે ખોયો, આ દુનિયામાં સાર ન જોયો,
કૃષ્ણભરોએ જેર પીનારી, મીરાં હું બની જાવું,
મારે સામે કિનારે જાવું,