જનમ જે સંત ને આપે જનેતા એજ કહેવાયે
અગર દાતા અગર શુરો ગુણો જેના સકળ ગાયે
જનમ જે સંત ને….
ન જનમે વિર કે શુરો ન જનમે સંત ઉપકારી
નકામા ના ભલે જનમે સમજવી વાંજણી નારી
જનમ જે સંત ને….
કર્ણ કુંતા તણો જાયો બન્યા ભગવાન ભિખારી
કસોટી કર્ણ ની કીધી ખરેખર ધન્ય જણનારી
જનમ જે સંત ને….
પીતા ના દુખ ને ખાતીર ના લાગી દેહ પણ પ્યારી
ધન્ય એ બાળ શૈલયો ધન્ય સંગાવતી માઇ
જનમ જે સંત ને….
નયન થી નીર ટપકે છે પુત્ર નો પ્રેમ નિહાળી
છતાં વૈરાગ પણ દિધો માત મેનાવતી માઇ
જનમ જે સંત ને….
સંનારી હોય તે સમજે હ્રદય ની વાત ને મારી
જનેતા ને ઉંદર જન્મયા ક્રિશ્ન ને રામ અવતારી
જનમ જે સંત ને…
જનેતા તોજ તુ જણજે સપુત નર સંત કે શીણા
ન જનમે ચતુર ચુn૬ તો ભલે પેટે પળે પોણા
જનમ જે સંત ને…