ભૂલાતી નથી એ સુખી જિંદગીને,
હંમેશા હતી જ્યાં ખુશી જિંદગીને.
સુખી જિદગી બાળપણમાં ગુજારી,
જુવાનીએ કીધી દુઃખી જિંદગીને.
ચડી ષડ રિપુને છંદે જુવાની,
બગાડે ઉમંગો ભરી જિંદગીને.
મળે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાયે,
દુઃખોમાં ગુજારે રડી જિંદગીને.
આ અવનીમાં ઉત્તમ મનુષ્ય દેહ પામી,
કુમાર્ગે ચડી વેડફી જિંદગીને.
કહે જીવ અજ્ઞાનમાં ભાન ભૂલી,
હજી હું સમજતો નથી જિદગીને.
વિચારીને જો જિંદગી બંદગી છે,
મૂરખ તું સમજતો નથી જિંદગીને.
કર સત સમાગમ તારું જીવન સુધરશે,
દુઆઓ મળે છે ભલી જિંદગીને.
કીધો બોલ “સત્તાર શાહ” સદગુરુ એ,
કૃપા મુજ પ્રભુની મળી જિંદગીને