જેને વ્હાલાંથી વિયોગ રે જેને હરિથી વિજોગ રે
જેને વ્હાલાંથી વિયોગ રે જેને હરિથી વિજોગ ૨,
સુખેથી મન કોઈ દીરે સૂવે નહીં…
લોચન તો લોચે છે, કોમળ મુખને કારણે? આતમ રેવે નહીં.
દીન તો કરીને ગિયો છે દીનોનાથ રે…
સુખેથી મન કોઇ દી રે સૂવે નહીં..
જેને વ્હાલાંથી વિજોગ રે
પતિવ્રતા નારી જેનો પીયુ ગિયો પરદેશમાં રે આતમ રેવે નહીં
પતિના વિયોગે એ જી તલખે એના પ્રાણ રે
સુખેથી મને કોઈ દી રે સૂવે નહીં.
જેને વ્હાલાંથી વિજોગ રે
પુત્રને પોઢાડી જો નેતા ભૂલે એનું પારણું રે આતમ રેવે નહીં
બાળકને બળાપે એ જી છાંડે એના પ્રાણ રે
સુખેથી મન કોઇ દી હૈ સૂવે નહીં
જેને વ્હાલાંથી વિજોગ રે
જળથી વીખુટી એ જી છુટી જેમ માછલી રે આતમ રેવે નહીં
બળતા તાપે એ જી એના છાંડે પ્રાણ રે
સુખેથી મન કોઈ દીરે સૂવે નહીં
જેને વ્હાલાંથી વિજોગ રે
ટોળા થી વછુટી એ જી ઝુરે જેમ એક મૃગલી રે આતમ રેવે નહીં
પારધીને ભાળી એ જી છાંડે એના પ્રાણ રે
સુખેથી મન કોઈ દીરે સૂવે નહીં.
જૈને વ્હાલાંથી વિજોગ રે
દાસ સવો કે છે એ જી વીજોગણની વીનતી રે આતમ રેવે નહીં
દરશન દેજો એ જી દીનને દીનાનાથ રે.
સુખેથી મન કોઇ દીરે સૂવે નહીં
જેને વ્હાલાંથી વિજોગ રે