સદગુરુ સાહેબ સઇ કર્યા ને પ્રેમજ્યોતિ પ્રકાશી.
અખંડ જાપ આયો આતમરો, કટી કાલકી ફેંસી
ગગન ગરજીયા શ્રાવણે સૂણ્યા, મેધ જ બારેમાસી,
ચમક દામની ચમકત લાગી, દેખ્યા એક ઉદસી
ગેબ તણાં ધડીયાળા સામે, દ્રત ગયા દળ નાસી
ઝીલપણાંમાં ઝાલર વાગી, ઉદય ભયા અવિનાશી
મહીં વલોવ્યા માખણ પાયા, ધૃત તણી ગમ આસી
ચાર સખી મિલ ભયા વલોણાં, અમર લોક કા વાસી
સમ ફ્રીપ ને સાયર નાહીં, નહીં ધરણી આકાશી,
એક નિરંતર આતામ બોલે, સો વિધી વિરલા પાસી
ગેબ નિરંતર ગુરુ મુખ બોલ્યા, દેખ્યા શ્યામ સુંવાસી,
સ્વપ્ર ગયા ને સાહેબ પાયા, ભાણા ભયા સમાણી