મન તું રામ ભજી લે રાણા, તારે ગુણ ગોવિંદનાં ગવાણાં
ખોટી માયાની ખબર ન પડી, પછી કળ વિના કુટાણાં,
જુઠી માયાયે ઝધડો માંડ્યો, બળ કરી બંધાણા
કુડિયા ત્યારે કામ ન આવે, ભેળે ન આવે નાણાં
હરામની માયા હાલી જાશે, રહેશે દામ ટાણાં
કૃષ્ણ વિના નર કુડા દિસે, ભીતર નવ ભેદાણાં હર
વિનાના હળવા હીંડે, નર કરે નીમાણાં
સો સો વરસ રહે સિંધુમાં, ભીતર નવ ભીંજાણાં
જળનું તો કાંઇ જોર નવ ચાલ્યું. પલળ્યા નહીં
પાણાં તારા હરિયન્દ્રા તુહીં તહીં જયા, રોહિદસ રુંધાણો
દીક્ષિત લઇને દાતાર ચાલ્યા, હરિન્દ્ર હાટ વેચાણ
રાવણ સરીખ રહ્યાં નહીંને, ઇન્દ્ર જેવા અલપાણા
જરાસંઘ તો જાતા રહ્યા, ને કૌરવ ખુબ કુટાણાં
સંચી માયા ભેળી કરીને, નીચે ભરિયા નાણાં
મૂઆ પછી મણિધર થઇ બેઠાં, તાપર રફ સંધાણાં
અસંખ્ય તો અવતાર ધર્યા તે, ભવોભવ ભટકાણાં
જરા-મરણ તો જીવ્યા નહીં, પણ લોભ ન ગયો લુવાણાં
ફરી ફરી પણ વસ્તી ન ફરી,
બાલે નહિ બદલાણી છબી ફરી પણ ચાલ ફરી નહિ,
ભાંતી ગઇ નહીં ભાણાં નહીં..મન