98 એવી પ્રેમ કટારી લાગી


એવી પ્રેમ કટારી લાગી…
એવી પ્રેમકટારી લાગી, લાગી રે અંતર જોયું ઉધાડી
એવી ઝળહળ જ્યોતું જાગી, જાગી રે દસ દરવાજા નવસે નાડી
એવી પ્રેમ કટારી લાગી

શબદ કટારી કોઈ શૂરા નર જીલે, નહીં કાયરનાં કામ,
શૂરા હોય છે સનમુખ લડે, ભલકે પાડી દયે નિશાન ;
એવા લડવૈયા નર શૂરા. શૂરા રે નૂરને નિશાનું દિયે છે પાડી
એવી પ્રેમ કટારી લાગી….

માથડાં ગ્રંથી, નેણલાં આંજી બની હું વ્રજ કેરી નાર,
પિયુને રીઝવવા તરવેણી હાલી સજ્યા સોળે શણગાર ;
એવાં રૂમઝૂમ ઝાંઝર વાગ્યાં વાગ્યાંરે ઓઢી મેં તો અમર સાડી
એવી પ્રેમ કટારી લાગી…

હું ને મારો પિયુજી સેજમાં પોઢયાં, નિદા કરે નુગરા લોક,
સારા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો, અમે ઊભા રયાં માણેક ચોક
એવા નુગરા મોઢે મીઠાં, એવા નિર્ગુણ નુગરાં દીઠાં દીઠાં રે
મુખ મીઠાં ને અંતર જારી પાછળથી ઈ કરે છે ગાડી
એવી પ્રેમ કટારી લાગી.

પ્રેમના પ્યાલા સતગુરુએ પાય, માંઇ ભરીયલ અમીરસ જ્ઞાન
અંધારું ટળ્યું ને એવા સાંઇવલી યે છે રે હરખું હું તો ઘાડી રે દાડી
જ્યોતું જાગી, સતનામની જાગી ગઇ સાન
એવી પ્રેમ કટારી લાગી.


Leave a Reply

Your email address will not be published.