હૈ ઊગિયા સૂરજ ભાણ, નવે ખંડમાં હુવા જાણ,
ગત રે ગંગા મળીને નિત કરે પરણાંમ રામ..
ઊગિયા સૂરજ ભાણ, નવે ખંડમાં હૂવા જાણ
ગત હૈ ગંગાજી મળીને નિત કરે પરણામ રામ
ગતમાં રે હૈ ગંગાજી નીકળ્યાં બોલે સંતો રામ રામ…
હે જી કુંવારી કપડાં ધૂવે, કુછડ નર કેટલું જુવે
અધરમના નર ચાલતા નર, ઓધા નહીં કોઇ રામ…
હે જી ગાયું હુંદા ગાળા છૂટયા, બ્રહ્મા વાંચે વેદ રામ
વેદીયા સહુ વેદ ભૂલ્યા, ભજો ને તમે રામ રામ…
હૈ જી દિયે છે કોડીનાં દાન, સંભળાવે મેરૂ સમાન
ઊંચા પાંય ઊંચેરું જોવે હજી કેમ નાવ્યા વેમાન
માર્યા નો મોટેરો મોહ, કરમનો શું દેવો દોશ?
ઇસર બારોટ એમ બોલ્યા, જનની ઉપર શિયો રોશ?