એવા પડઘમ વાજાં વાગ્યાં રે‚
પશ્ચિમ વાળા પીરના રે‚
એ રજી અમારી સાંભળોને
રણુંજાને રણુંજાના રાય રે…
પડઘમ વાજાં વાગ્યાં રે…
હરજી ભાટી પુરાણાં રે‚
જોધાણાની જેલમાં રે
કીધો છે કાંઈ રામાધણીને પોકાર રે
પડઘમ વાજાં વાગ્યાં રે…
પલંગથી પછાડયો પીરજીએ
જોધાણાનો બાદશા રે
ધનધનવા રે આરાધ્યા નકળંગી નાથ રે
પડઘમ વાજાં વાગ્યાં રે…
હરજી ભાટી ગાવે રે
રામાપીરની સાવળ્યું રે
જેલમાં કાંઈ પીરજીની થાપનાયું થાય રે
પડઘમ વાજાં વાગ્યાં રે…