આઈ તારા સ્મરણ માં જીવન વિતાવ્યું
મોગલ તુંને છોડી ને ક્યાંય નવ જાવું
કરો માં હુકમ તો મઢડે આવું
તારા શરણે શીશ નમાવું
કરો માં હુકમ તો મઢડે આવું
હે માંડી તારા શરણે શીશ નમાવું
ભગુડામા બેઠી ભેળિયા વાળી
મોગલ સે તું દયાળી
હો માંડી દેવી છે તું દયાળી
સૌની આશા પુરણ કરતી
મચ્છરાળી મંગળ કારી
હો માંડી મચ્છરાળી મંગળ કારી
હો રાખી વિસ્વાસ દ્વારે તારા આવે
હો માંડી દુખડા સૌના મટાડે
કરો માં હુકમ તો મઢડે આવું
હે માંડી તારા શરણે શીશ નમાવું
કરો માં હુકમ તો મઢડે આવું
હે માંડી તારા શરણે શીશ નમાવું
બહુ દુખ વેઠ્યા તારા છોરુએ
રાહ જોય મોગલ તારી
હો માવડી રાહ જોય મોગલ તારી
એકલો પડ્યો છું જગતની ભીડમાં
આવું તો વાત કવ સારી
માવલડી આવું તો વાત કવ સારી
હે તારા આંગણિયે સુખ બધા પાવે
હે મને દુનિયા માં મને નહીં ફાવે
કરો માં હુકમ તો મઢડે આવું
હે માંડી તારા શરણે શીશ નમાવું
કરો માં હુકમ તો મઢડે આવું
હે માંડી તારા શરણે શીશ નમાવું
કહે મુકેશ મોગલ જગ જિતાડે
તું સે મારો આધાર
હે માંડી તું છે તારણ હાર
સુખનો સાગર દયાનો દરિયો
અંતર ભાવ માં તે ધરિયો
હે માંડી અંતર ભાવ માં તે ધરિયો
આખું જીવણ ગુણલા ગાવું
નિત તારા દર્શનમાં નાવું
કરો માં હુકમ તો મઢડે આવું
હે માંડી તારા શરણે શીશ નમાવું
કરો માં હુકમ તો મઢડે આવું
હે માંડી તારા શરણે શીશ નમાવું